રહ્યો છું. ખાસ કરીને આવા વિદ્યાર્થીઓ માટે ઉચ્ચશિક્ષણ , શિક્ષણ બાદ વ્યાવસાયિક પુનઃસ્થાપન માટે એક હૉસ્ટેલની જરૂર છે. આ હૉસ્ટેલના નિર્માણ માટેનું મારું એક દિવ્ય સ્વપ્ન છે. જેના માટે છેલ્લાં બે-ત્રણ વર્ષથી હું પ્રયત્ન કરી રહ્યો છું. આ હૉસ્ટેલમાં રહેતા દૃષ્ટિહીનોને ઉચ્ચશિક્ષણની સેવાઓ અસરકારક રીતે મળવાને કારણે તેમનામાં પડેલી શકિતઓ ખીલશે, પરિણામે તે સામાન્ય વ્યકિતની જેવું જીવન જીવવા સક્ષમ અને સબળ બનશે. તેમની શૈક્ષણિક જરૂરિયાતો પૂર્ણ થતાં તે આર્થિક રીતે પગભર બનવા આગળ આવશે. અવનવા વ્યાવસાયિક ક્ષેત્રોના દ્વાર ખોલી, તે સામાન્ય વ્યકિતને પાછળ છોડી, સિદ્ધિના શિખરો અવશ્ય સર કરશે તેવી મને શ્રદ્ધા છે. દઢ મનોબળ અને દઢ સંકલ્પ શકિત મારી આંખો છે. એ જ રીતે શ્રદ્ધા અને વિશ્વાસ મારા બંને કાન છે. હું હંમેશાં જે સાંભળું છું, તે સારું સાંભળું છું અને સાંભળેલા પર શ્રદ્ધા રાખું છું. મને મારા પ્રત્યેક કાર્યમાં વિશ્વાસ છે. આમ, શ્રદ્ધા ને વિશ્વાસરૂપી કર્ણ દ્વારા જે પ્રાપ્ત થાય છે. તે જ દૃષ્ટિહીંનોના પુનઃસ્થાપનની પવિત્ર ગીતા છે. આ પવિત્ર ગીતાના પ્રત્યેક શ્લોક અને અધ્યાય એ જ મારું જીવન છે. એટલે જ આ પુસ્તક દ્વારા હું આપ સૌ સમક્ષ મારી થોડી માંગણીઓ રજૂ કરું છું. આ માંગણીઓ મારી સમક્ષ મારી જ શાળાની પ્રત્યેક ભતોમાંથી મારા ઉપર જણાવેલા બંને કર્ણની મદદથી મને મળી છે. શાળા એ પ્રત્યેક વિદ્યાર્થીની વિધાતા છે. તે આપણી માતા પણ છે. માતાની સંભાળ લેવી તે દરેક સંતાનની ફરજ છે. તેથી આ શાળામાંથી જેમણે કશુંક મેળવ્યું છે તેવા પ્રત્યેક વિદ્યાર્થીએ શાળાને દક્ષિણારૂપી ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી અર્પણ કરી ષ્ણ મુકત બનવું રહ્યું. શાળા એ કોઇનો ઈજારો નથી. શાળા અર્થાત્ સંસ્થા કોઇની પેઢી નથી, તેનો કોઇ માલિક નથી તેથી શાળાને જીવંત રાખવાની જવાબદારી સૌ કોઇની છે. જેઓ શિક્ષણ લઇને પગભર થયા છે, તેવા પ્રત્યેક વિદ્યાર્થીએ શાળાને જીવંત રાખવા યથાયોગ્ય યોગદાન આપતાં રહેવું જોઇએ. જેઓ આર્થિક ટેકો આપવા સક્ષમ છે તેવા
પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૧૬૦
દેખાવ