લખાણ પર જાઓ

પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દેખાય છે. સેવાના નામે કામ કરતી સંસ્થાઓમાં પણ તેના સાચા લાભાર્થી માટે મોટાભાગની સંસ્થાઓમાં કોઇ યોગ્ય પગલાં લેવાતાં નથી કે કામ થતું નથી, પરંતુ જયારે આવી સંસ્થાના ડોકયુમેન્ટ, વેબસાઇટ કે વીડિયો આપણને જોવા મળે છે ત્યારે આવી સંસ્થાઓ પ્રવૃત્તિથી આદર્શ સંસ્થાઓ દેખાય છે. લાભાર્થીઓનું સાંભળીએ તો તેઓ કશુંક જુદું જ કહેતા હોય છે. એવી જ રીતે લોકશાહીની વાતો કરતી સરકારના પ્રતિનિધિઓનું પણ છે. પોતાની વાસ્તવિક માંગણી કે રજૂઆત માટે આવનાર નાગરિકને કચેરીઓમાંથી ઉત્તર મળતા નથી. ફરિયાદપત્રોના નિકાલ માટેની કોઇ સુચારુ વ્યવસ્થા કામ કરતી નથી. કાગળ પર તંત્ર જે વ્યવસ્થા બતાવે છે, તેનું વાસ્તવમાં નામ-નિશાન જોવા મળતું નથી. એક ટેબલ પરથી બીજા ટેબલ પર માંગણી કે મંજૂરી માટે રજૂ થયેલ ફાઇલ પહોંચતાં દિવસો લાગે છે ને એટલામાં કોઇ ભષ્ટાચારી આવી ફાઇલોને દબાવી દે છે. આ જ લોકો જાહેર સભાઓમાં કંઇક જુદી જ વાતો કરતા હોય છે!

ઉપર્યુકત બાબતો પર મારાં વર્ષોના અભ્યાસ પછી હું એક નિષ્કર્ષ પર આવ્યો છું અને તે પોતાની જાતને કાર્યશીલ રાખવાનો અને અન્યના દોષોને અવગણી માત્ર પોતાની જાતને જ કાર્યશીલ રાખવી તે છે. જો આ ઉક્તિનો જીવનમાં પ્રત્યેક વ્યકિત અમલ કરશે તો જગતની બધી જ સમસ્યાઓ આપમેળે ઊકલી જશે. ઈશ્વર આપણી કસોટી કરે તે વેળાએ પણ આપણે હંમેશાં કાર્યશીલ રહેવું જોઈએ. પરિશ્રમી લોકો જ સફળતાને પામે છે એટલે જ ગુજરાતીમાં કહેવત છે કે “કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી.” વિકટ પરિસ્થિતિમાં પણ વ્યક્તિએ કાર્યાન્વિત રહી પરિશ્રમને ત્યજવો ન જોઇએ. કુદરતી આફત કે અણધારી મુશ્કેલીને પણ આપણે અવગણી, આગળ વધતા રહેવું જોઇએ. એટલે જ મેં મારી એક પંકિતમાં લખ્યું છે કે, “આંખોના દ્વાર ભલે લઇ લીધા નાથ, તોય દિવ્ય દીધા છે દરબાર” અર્થાત્ આંખોનું તેજ પરમકૃપાળુ પરમેશ્વર! તેં કદાચ ભલે મારી પાસેથી લઇ લીધું છે, તેમ છતાં મને ખૂબ મોટો વૈભવ આપ્યો છે, બુદ્ધિ આપી છે, કામ કરવા માટે કર્મનિષ્ઠા આપી