ફાયદો મળે તેવી સાનુકૂળતાઓ ઊભી કરવામાં સફળતા મળી છે અનેક લોકો સાથે અંગત સંબંધો કેળવવાની સોનેરી તક પણ મળી છે. પરિણામે હું એક દિવ્ય દૃષ્ટિનો કલા વૈભવ સ્થાપી શકયો છું આ એક એવું અનોખું જગત છે, જેમાં દૃષ્ટિના અનેક દ્વાર ખોલી શકે તેવા શૈક્ષણિક કાર્યક્રમો આપી શકે તેવી રાજયની અગ્રણી સંસ્થા હું બનાવી શકયો છું, આ સંસ્થા એટલે શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા. આજે આ શાળામાં બાલમંદિરથી શરૂ કરી ધો.૧ર સુધીનું શિક્ષણ, અનેક વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો, કૉપ્યુટર ટ્રેનિંગ, સંગીત, હૉમ સાયન્સ અને વિવિધ ગૃહ ઉદ્યોગ શાળાનાં બાળકોને શિક્ષણની સાથોસાથ વિનામૂલ્ય શીખવવામાં આવે છે. આ ઉપરાંત સુંદર ઓરકેસ્ટ્રા અને ગાયનવૃંદ તૈયાર થયું છે. ઇલેકિટ્રક મોટર રિવાઈન્ડિંગ જેવી કપરી તાલીમ મેળવી અનેક અંધજનો પોતાનું આર્થિક ઉપાર્જન કરતા થયા છે. આ ઉપરાંત રાષ્ટ્રીય અંધજન મંડળ, ભાવનગર જિલ્લા શાખા, અખિલ ગુજરાત નેત્રહીના જાગૃત ટ્રસ્ટ, શ્રી અંધ અભ્યદય મંડળ ભાવનગર જેવી સંસ્થાઓ મારા નેતૃત્વ નીચે અંધજનોના શિક્ષણ, રોજગાર, પુનઃસ્થાપન માટે અનેક કાર્યક્રમો રાજયભરમાં ચલાવી, પ્રજ્ઞાચક્ષુઓના સર્વાગી વિકાસની યાત્રાને વેગ આપવાનું મહામૂલું કાર્ય કરી રહી છે. જેમાં વિકલાંગ બાળકોની સંકલિત શિક્ષણ યોજના, સંમિલિત શિક્ષણ, સમુદાય આધારિત પુનઃસ્થાપન જેવી અનેક યોજનાઓ કાર્યાન્વિત છે. આવી અનેક યોજનાઓ હજુ પણ અમલમાં મૂકવા સમાજનો સહયોગ મેળવવા માટે હું સતત પ્રયત્નશીલ રહું છું વ્યકિતગત પ્રતિભા સંપન્ન પ્રજ્ઞાચક્ષુઓને પોતાની કૌશલ્ય શકિતને નિખારવાની તક મળે તેવા પ્લેટફોર્મ આપવાની હંમેશાં તત્પરતા બતાવી છે. પરિણામે અનેક પ્રજ્ઞાચક્ષુની પ્રગતિની યાત્રા ધરતી પર આગળ વધી રહી છે. કોઇ કોમ્યુટરના ક્ષેત્રમાં, કોઇ શિક્ષણક્ષેત્રે કે કોઇ ઔદ્યોગિકક્ષેત્રે પણ હરણફાળ કરી રહ્યા છે. ધાર્મિકક્ષેત્રે પણ રાજયના એકમાત્ર પ્રજ્ઞાચક્ષુ વકતા શ્રી કૃણાલભાઈ જોષી કંઠસ્થ શ્રી મદ્ ભાગવત અને બીજા ગ્રંથોનું આગવી શૈલીમાં રસપાન કરાવી, સૌ કોઇને
પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૧૮૪
દેખાવ