લખાણ પર જાઓ

પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પડતા કોઇને પૂછ્યા વિના રાત્રિના નવ કલાકે હું રામજીમંદિર પહોંચી ગયો. મંડળી જોરદાર હતી. વાજું, તબલાં ને મંજીરાં જમાવટ કરી રહ્યાં હતાં. આવેલ કલાકારો એક પછી એક ભજનો લલકારી રહ્યા હતા. એક પ્રજ્ઞાચક્ષુ બહેન કુસુમબેન માંડાણીએ બધાની આંખો ભીની થઇ જાય તેવી હૃદયદ્રાવક નાટ્યાત્મક શૈલીમાં વાર્તા રજૂ કરી હતી. મારા બાપુજીથી મોટાભાઇ જેને અમે મોટા બાપા કહેતા. તે ગોરધનદાદા પણ આ કાર્યક્રમમાં હાજર હતા. તેમની સાળીનો દીકરો અંધ હતો. તે પણ આ કાર્યક્રમમાં કલાકાર તરીકે હાજર હતો. તે તબલાનો વિદ્વાન કલાકાર હોવાથી આખા કાર્યક્રમમાં તબલાં વગાડવાની જવાબદારી તેમના શિરે હતી. કાર્યક્રમ દરમ્યાન હું આ બધા મિત્રોને પણ મળ્યો. તબલાવાદક પ્રજ્ઞાચક્ષુ કલાકાર દેવરાજભાઇ ગોપાણી જેઓ અલ્પદૃષ્ટિ ધરાવતા તેની સાથે મારા મોટા બાપુ ગોરધનભાઇએ મારો પરિચય કરાવ્યો. બીજા દિવસે અંધશાળામાં ભણવા માટે તેમની સાથે જ મારે જવાનું તેવું મોટાબાપાએ નક્કી કર્યું. મારે ગુજરાતી કહેવત મુજબ ભાવતું ભોજન મળ્યું. બીજા દિવસે વહેલી સવારે ઊઠીં, જાતે તૈયાર થઇ, એક જોડી કપડાં થેલીમાં મૂકી, હું મોટાબાપુ ગોરધનભાઇના ઘર તરફ જવા નીકળું તે પહેલાં મારી હિલચાલની ઘરના લોકોને ખબર પડી. મેં રાત્રિના કાર્યક્રમ વિશે બધાને વાત કરી. તેમજ મોટાબાપુએ પરિચય કરાવેલ પ્રજ્ઞાચક્ષુ દેવરાજભાઈ ગોપાણી વિશે પણ વિગતે વાત કરી. હું આજથી ભાવનગર અંધશાળામાં ભણવા જાઉં છું, તે વાત જાણી ભાભી રડી પડ્યાં. કોઇ કાંઇ બોલે તે પહેલાં મેં ચાલવાનું શરૂ કર્યું. મોટાબાપુના ઘરે પહોંચી ગયો. ત્યાં કાર્યક્રમમાં આવેલાં તમામ અંધ ભાઇ- બહેનોના ચા-પાણી નાસ્તાનો કાર્યક્રમ હતો. અમે નાસ્તાનો કાર્યક્રમ પતાવી મ્યુનિસિપાલિટી બસમાં નીકળી ગયા. શાળામાં મારી ઉંમરના અંધમિત્રોને મળવાનું થયું. બ્રેઇલ વિશે માહિતી મેળવી ખૂબ ઝડપથી હું બ્રેઇલ શીખી પણ

ગયો. ભણવામાં ઊંડો રસ પડતો તેના કરતાં શાળાનો સમય પૂરો થયા પછી

[૩૯]