કુટુંબી વડીલશ્રી છગનભાઇ રવજીભાઇ સોનાણીની દુકાને આવેલા ટેલિફૉન પર ફોન કરી મને બોલાવી આપવા મારા કુટુંબીભાઇ છગનભાઇને વિનંતી કરી, તેમણે તેમની વિનંતીને માન આપી, મને ગામમાંથી શોધી ટેલિફોન પર જોશીભાઈ સાથે વાત પણ કરાવી આપી. ચંદ્રકાંતભાઇ જોશીએ મને એસ.ટી. બસ સ્ટેન્ડે રૂબરૂ મળવા બીજા દિવસે બોલાવ્યો. મારી અડધો કલાકની તેમની સાથે મુલાકાત થઇ. તેમણે મંડળના સંચાલન માટે મને જોડાવા કહ્યું. ‘હું સંગીત શિક્ષક તરીકે નોકરીમાં જોડાવા માગુ છું’ તેમ પણ જોશીભાઇને મેં કહ્યું. તેમણે હ્યું: ‘’સેવાના કામમાં એકવાર જોડાવ તો ખરા ! પછી તમને ગમે તેમ કરવું. હું ત્રીજા જ દિવસથી મંડળમાં જોડાઈ ગયો. સેંકડો નબળી આર્થિક સ્થિતિવાળા અંધજનોને મળવાની તક મને મળી. મારું હૃદય પરિવર્તિત થઈ ગયું. કોઇપણ સરકારી નોકરી કરવી નહિ તેવો સંકલ્પ કર્યો. અગાઉ રેલવે કર્મચારીઓની પસંદગી માટે યોજાયેલ લેખિત પરીક્ષામાં હું પાસ થયો હોઉં તેવું પરિણામ પણ આવ્યું, છતાં પણ ઓરલ ઇન્ટર્વ્યૂ નહિ આપવાનું હું મન મનાવી શક્યો. આ અને આવી ઘણી બધી નોકરીની તકો જતી કરી, મેં પસંદ કરેલા માર્ગ પર હું આજદિન સુધી મકમતાથી ચાલતો રહ્યો છું અને ચાલતો રહીશ. ૧૯૯૪ માં મારી પાસે અંધશાળામાં જોડાવાની એક ઑફર આવી. આ માટે તે વખતનાં સંસ્થાના સંચાલક શ્રી અંતુભાઈ રાવળ અને શ્રી બાબાભાઈ મને પ્રસંગોપાત મળતા ત્યારે ‘અંધશાળામાં પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓને સમજી શકે તેવા કાર્યકરની અમારે જરૂર છે’ તેમ કહેતા. અંધશાળાના નાનામોટા પ્રશ્નોના ઉકેલમાં હું બહારથી સહભાગી થતો. શ્રી અંતુભાઇ રાવળ ઘણી વખત અમારી અંધ અભ્યુદય મંડળની ભાંગલીગેઇટ પાસે આવેલી ભાડાની ઑફિસમાં આવતા અને મને કહેતા, ‘અંધશાળામાં તમે આવો, તમારી આ કામમાં જરૂર છે, પેલા કામમાં જરૂર છે’ તેવી અનેક વાતો ચાલતી. એકાદ – બે વખત બાબાભાઇ પણ
મને મળવા આવ્યાનું મને યાદ છે. તેમની સાથે બહેરા-મૂંગાં શાળામાં પણ આ