ગદ્ગદિત થઈ સ્વીકારતા જણાવે છે કે : ‘મને ખબર ન હતી કે અહીં આવવું કેટલું મૂલ્યાવાન હતું ! જયાં સુધી હું આવ્યો ન હતો.’ નરસિંહ મહેતાના વૈષ્ણવજન પદને ટાંકી સંસ્થાની સેવા પ્રવૃત્તિઓની જ્યારે તેમણે ધર્મની સાથે સરખામણી કરી સંસ્થાને સ્વમુખે જ બિરદાવી હતી, તે સ્મૃતિઓ જેઓ પ્રજ્ઞાચક્ષુઓનાં શિક્ષણ, તાલીમ, રોજગાર કે પુનઃસ્થાપના ક્ષેત્રે કાર્યરત છે તેમને વાગોળવી ગમશે માટે જ પ્રત્યેક લોકોને આ પુસ્તક વાંચવા નમ્ર ભાવે અનુરોધ કરું છું. કારણ કે આ પુસ્તક એટલે ઓલવાયાં અંધારાં ને ચમક્યા સિતારા પુસ્તકના પ્રત્યેક પ્રસંગોમાંથી ઘણા સિતારાઓની આગવી ઓળખ મળશે. મારી આ સ્મરણયાત્રા પ્રજ્ઞાચક્ષુઓ પૂરતી સીમિત કે મર્યાદિત નથી. અન્ય શારીરિક કે માનસિક ક્ષતિગ્રસ્ત માટે પણ એટલી જ મહત્ત્વની અને દીવાદાંડી સમાન માર્ગદર્શક પુરવાર થશે તેવું પ્રેરણા સ્વરૂપ ૨૮ પ્રકરણમાં લખાયેલું આ પુસ્તક વાચક મિત્રોના કરકમલમાં મૂકતા આનંદ અનુભવું છું. ભવિષ્યમાં આપ સૌના પ્રોત્સાહનથી આ સ્મરણ યાત્રા આગળ ધપતી રહેશે તેવી મને શ્રદ્ધા છે.
તા.ર૩-૦૪-ર૦૧૭ (રવિવાર)
સ્થળ : ભાવનગર