પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બાળકોને ફરજિયાત શિક્ષણની સેવા નીચે આવરી લેવામાં આવ્યાં. મારા જીવનમાં ભારત સરકાર દ્વારા ઘડવામાં આવેલા આ કાયદાની ગહેરી અસર થઈ. કાયદાનો મેં ઊંડાણથી અભ્યાસ કર્યો. તેના અમલ માટે સેમિનારો, કાર્યશિબિરો, શાળા મુલાકાતો, કૉલેજ મુલાકાત વગેરે યોજી કાયદાની જોગવાઇઓ વિશે લોકોને અવગત કરવા ઠીક-ઠીક પ્રયાસ કર્યો. વિકલાંગ બાળકોને ખાસ કરીને પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ અપાવવા ગ્રામ્ય વિસ્તારની શાળાઓની મુલાકાત લઇ શિક્ષકો, આચાર્યો અને ગામલોકો સાથે સંવાદ કરી વિકલાંગ બાળક શિક્ષણ મેળવવા માટે હકદાર છે, તે સમજાવવામાં સફળ થયો. ૧૩૦૦ થી વધુ વિકલાંગ બાળકોની ઓળખ મેળવી શાળાઓમાં પ્રવેશ અપાવ્યો. જેમની વિકલાંગતા-શસ્ત્રક્રિયા કે અન્ય ઉપચારથી દૂર થઈ શકે તેમ ન હોય તેવા તમામ બાળકોને સમયસર શિક્ષણ મળે તેવા પ્રયાસો હાથ ધર્યા. જેમાં કૉમ્યુનિટી બેઇઝ રિહેબિલિટેશન પ્રોગ્રામ એટલે કે સી.બી.આર મહત્ત્વનો કાર્યક્રમ બની રહ્યો. આ કાર્યક્રમ અંતર્ગત ફિલ્ડવર્કરો પાસે સર્વે કરાવી બાળકોની અને વિકલાંગોની માહિતી એકત્રિત કરી, અનુરૂપ સેવા કાર્યક્રમો અને શિક્ષણની સેવા જે-તે વિકલાંગને ઉપલબ્ધ બને તેવા પ્રયાસો શરૂ કર્યા. અંતરિયાળ ગામમાં પહોંચવા યાત્રાનો પ્રારંભ સવારના છ કલાકથી થાય અને કોઇવાર કાર્ય પૂર્ણ કરી ઘરે આવીએ ત્યારે રાત્રિના નવ-દસ થઈ ગયા હોય. લગભગ પાંચેક વર્ષની મથામણ પછી ભારત સરકારના રિહેબિલિટેશન કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના તાલીમી કાર્યક્રમ નીચે આરોગ્ય વિભાગના (CHC, PHC) સૌરાષ્ટ્રભરના ડૉકટરોને રિહેબિલિટેશન મેનેજમેન્ટ વિષય પર રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખાના બેનર નીચે અસરકારક શૈક્ષણિક કાર્યક્રમને વેગ આપ્યો છે. આ તમામ તબીબી મિત્રોનો હું હંમેશાં ઋણી રહીશ. જિલ્લાભરના સી.આર.સી., બી.આર.સી. મિત્રોને પણ આવી જ તાલીમથી

સુસજ્જ કરવાની ઇશ્વરે આ જ સમયગાળા દરમ્યાન તક આપી છે, તેના કારણે

[૫૨]