પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રજૂઆત કરેલ છે, તે અંગે તમો ઇચ્છો તો બહેનને પૂછી શકો છો. તેમણે જરૂરી પૃચ્છા કરી અમારી રજૂઆત મુજબ સુધારો કરી આપ્યો. નોકરીમાંથી તમામ મુક્ત કરાયેલ ઉમેદવારને અઢાર દિવસ જિલ્લા પંચાયતના હવાલે ગણી હુકમો કરવા સૂચના આપવામાં આવી. આ સફળતા કામધેનુની હતી. મારા અર્ધજાગૃત મનમાં ગાંધીનગર નીકળતા પહેલાં આ બીજનું વાવેતર થઇ ચૂક્યું હતું, એટલે જ આ પ્રકારનો નિર્ણય હું મેળવી શક્યો. પ્રત્યેક વ્યક્તિને સફળ થવા પોતાના અર્ધજાગૃત મનમાં તેઓ મેળવવા ઇચ્છતા હોય તેવા સંકલ્પોના બીજ રોપવા જોઈએ. આ રોપાએલાં બીજ એક દિવસ ચોક્કસ વટવૃક્ષ બનીને જ રહે છે.

વર્ષ - ૨૦૧૦ માં વિકલાંગોના પ્રશ્ને ગાંધીનગરમાં મહારેલી યોજવાનો સંકલ્પ કર્યો. રાજ્યભરની વિકલાંગોની સંસ્થાઓનો સહયોગ મળ્યો. મોટી સંખ્યામાં વિકલાંગો જોડાયા. સમસ્ત મીડિયાના મિત્રોએ મોટું કવરેજ આપ્યું. આ રેલી પહેલાં માત્ર બે જ દિવસ બાકી હશે ત્યાં શાળાની પાસે જ મારી સાથે એક માર્ગ અકસ્માત થયો. પગના પંજા પર મોટી ઇજા થઇ. દસ- બાર દિવસ સુધી એક પણ ડગલું નહિ ચાલવા ડૉકટરની સૂચના હોવા છતાં પ્લાસ્ટરવાળા પગે ગાંધીનગરમાં આ મહારેલીનું સુકાન સંભાળ્યું. જેમાં લગભગ વીસ હજાર વિક્લાંગો, કાર્યકરો અને નગરજનો જોડાયા. વિકલાંગ સંગઠનો દ્વારા કરવામાં આવેલ આ સૌથી મોટી ઐતિહાસિક મહારેલી પુરવાર થઈ. આ સફળતા પણ મારા અર્ધજાગૃત મનની હતી. રેલીનું આયોજન અને તેની તૈયારીઓ મારા ઘરમાં સતત ચાલતી. માત્ર અગિયાર વર્ષની મારી છોકરી નિષ્ઠા જુદી જુદી સંસ્થાઓમાંથી ફોન આવતા તેની વિગતો નોંધતી અને જરૂર પડ્યે તે વિગતો મને આપતી. અમે જ્યારે ઘરમાં બેઠાં હોઇએ ત્યારે અમારી રેલીમાં વધુ ને વધુ લોકોને જોડવા માટેની ચર્ચા સતત ચાલતી રહેતી. જેના કારણે રેલીનું મનોચિત્રણ રચાતું રહેતું હતું. આ મનોચિત્રણ દ્વારા એક માનવીય મનનું નેટવર્ક

ઊભું થયું. જેના કારણે આટલી મોટી સફળતા અમને મળી શકી - તેમ હું માનું

[૬૦]