પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૦

ગુરુની પરખ

ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય,
બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાઈ...

હિંદુ ધર્મમાં દરેક વ્યક્તિએ દીક્ષાગુરુ ધારણ કરવા જ જોઇએ. જેમણે દીક્ષા ગુરુ ધારણ ન કર્યા હોય તેવા લોકોને હિંદુ ધર્મ ની પરંપરા પ્રમાણે ‘નુગરા’ કહેવામાં આવે છે. તેથી હિંદુ ધર્મના પરિવારના પ્રત્યેક સભ્ય આવા ગુરુ ધારણા કરવા–ગુરની શોધમાં હોય છે. મહદ્અંશે આવા દીક્ષાગુરુ કેટલીક ધાર્મિક વિધિઓ સાથે શિષ્યનો કાન ફૂંકી પોતાનો અનુયાયી બનાવે છે. મારે પણ તેવા ગુરુનો ભેટો ૧૯૭૩-‘૭૪ માં મારા મોટા ભાઇના લગ્ન સમયે ગુરુધારણની વિધિમાં થયો હતો. આ ગુરુ મહારાજ ઘોઘા તાલુકાના હોયદડ ગામના વતની હતા. તેમણે અમને ચાર ભાઇબહેનોને એક ઓરડામાં બોલાવી, ઓરડો બંધ કરી કેટલીક વિધિઓ શરૂ કરી. એક દીવો તેમણે પ્રગટાવ્યો. આ દીવાનો પ્રકાશ મારી આંખ વડે - આંખો ગુમાવ્યા પછી પણ તે સમયે - હું જોઇ શકતો હતો. તેઓ થોડા મંત્રો બોલ્યા. થોડું ગડબડ શું બોલી ગયા તે પણ સમજી શકાયું નહિ.

થોડીવાર પછી તેમણે બધાંને એક સંકલ્પ લેવા કહ્યું. તેઓ બોલ્યા : ‘ઇશ્વરના

[૬૩]