પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૧

પરિવર્તનથી વિકસી પ્રતિભા

ગત પરિવર્તનશીલ છે. જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ એ સૃષ્ટિનો નિયમ છે. ભાવનગર શહેરના અંતરિયાળ વિસ્તારમાં સ્થપાયેલી આ અંધ ઉદ્યોગ શાળા, અંધજનોને નાના-મોટા ગૃહ ઉદ્યોગની તાલીમ આપી, તેને પગભર બનાવવાનું કામ કરતી હતી. શરૂઆતમાં અંધ છોકરાઓને સિલાઇકામ, બીડીકામ, મસાજ વગેરે શીખવી પોતાનું આર્થિક ઉપાર્જન કરી શકે તેવી તાલીમ આપવા પૂરતું સંસ્થાનું મર્યાદિત કામ હતું. આઝાદીબાદ બૉમ્બે પબ્લિક ચેરીટી એક્ટ નીચે શાળાના ટ્રસ્ટની નોંધણી થયા બાદ રાજ્યના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વિકલાંગ બાળકોના શિક્ષણની જવાબદારી ઉઠાવવામાં આવતાં તેનો લાભ ભાવનગરની આ શાળાને પણ થયો. F-૨૪ નીચે નોંધણી થયેલ આ શાળામાં અંધજનોને પ્રાથમિક શિક્ષણ આપવાનું શરૂ થયું. શાળામાં સરેરાશ પચ્ચીસ, ત્રીસ વિદ્યાર્થીઓની હાજરી રહેતી. મહિલા મંડળમાં ભાવનગર જિલ્લાની પ્રજ્ઞાચક્ષુ બહેનોને ભાવનગર શહેરમાં જ શિક્ષણ મળી રહે તેવા વર્ગો ચલાવવામાં આવતા. આ વર્ગનું શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉધોગશાળાનાં ૧૯૬૩માં વિલીનીકરણ થતાં પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે શાળાના પ્રજ્ઞાચક્ષુ ભાઇઓ

સાથે સહ શિક્ષણ શરૂ થયું. તે વખતે બ્રેઇલલિપિ, સંગીત, મસાજકામ જેવાં

[૬૯]