પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પારણા કરાવવામાં તેમણે જાત-જાતના ભોજન તૈયાર કરાવ્યાં હતાં. અનેક અગ્રણી નેતાઓ અને સાધુ-સંતોની હાજરીમાં અમને પારણા કરાવવામાં આવ્યા હતા.

અમદાવાદ સહિત જુદા-જુદા જિલ્લાઓના લોકલ સમાચારપત્રો અને ટીવી ચેનલોમાં અમારા પ્રશ્નોની ઉપવાસ દરમ્યાન મોટા હૅડિંગો સાથે નોંધ લેવામાં આવી હતી. આ આંદોલન વિકલાંગોને સમાનતક, તેના અધિકારોની પ્રાપ્તિને સમાજના દરેક ક્ષેત્રે સહભાગિતા પ્રાપ્ત થાય, તે માટે સરકાર અને સમાજને જાગૃત કરવા ઉપાડેલ જન-અભિયાન હતું. જેને બહોળો પ્રતિસાદ સાંપડે તે સ્વાભાવિક હતું. રાજ્યના તમામ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં અંધજનો અને વિકલાંગો પાંચ દિવસ સુધી અમારા ઉપવાસના સ્થળે અમને ટેકો આપવા ઊમટી પડ્યા હતા. સરકાર પર તેની મોટી અસર પડી, ૨૯ નવેમ્બર ૨૦૧૧ ના રોજ સરકારના પ્રવક્તા અને નાણાં રાજ્યમંત્રી શ્રી. સૌરભભાઇ પટેલે ભાવનગરના જિલ્લા કલેક્ટર ઝાલાવાડિયાસાહેબ મારફતે સચિવાલયમાં મને ચર્ચા માટે ઉપસ્થિત રહેવા સંદેશ આપવામાં આવ્યો. ઉપર જણાવેલ દિવસે હું સમયસર સચિવાલય પહોંચી ગયો. પ્રથમ સમાજ સુરક્ષા ખાતા સચિવશ્રીના અધ્યક્ષ સ્થાને મુખ્ય અધિકારીઓ સાથે મારી મીટિંગ યોજાઈ. વિકલાંગોને સ્પર્શતા વિવિધ ૧૮ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. જે અંગે યોગ્ય પગલાં લેવા, ઘટતી કાર્યવાહી કરવા અધ્યક્ષશ્રીએ લાગતા-વળગતા લોકોને સૂચનાઓ પણ આપી. ત્યારબાદ મને સૌરભભાઇ પટેલની ઑફિસમાં વધુ ચર્ચા માટે બોલાવવામાં આવ્યો. માધ્યમિક તબક્કે કાર્યરત સંમિલિત શિક્ષણ યોજનાના વિશિષ્ટ શિક્ષકોને પ્રતિમાસે સમયસર તે વખતે પગાર ચૂકવવામાં આવતો ન હતો તે પગાર દરેક શિક્ષકને સમયસર

ચૂકવવામાં આવે, તેવી ધારદાર રજૂઆત મંત્રીશ્રી સમક્ષ કરી, લાગતા વળગતા

[૭૬]