પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દૃષ્ટિએ ઉત્તમ પ્રાર્થના છે. આવી પ્રાર્થના દેશના બુદ્ધિશાળી નાગરિકોએ સમયાંતરે કરતા રહેવી જોઇએ - તેવું હું માનું છું. મહાત્મા ગાંધી નિયમિત પ્રાર્થના કરતા, તેના કરતાં તેમણે લોકોના સુખ માટે નિયમિત અવનવા કાર્યક્રમો આપી ગોરા લોકોની આંખો ખોલી આપે તેવી પ્રાર્થના કરી હતી, તેને હું નિત વંદન કરું છું. હું બાપુની આ પ્રાર્થનાને વધુ મહત્ત્વની માનું છું. તેમણે અન્યને પોતાના અધિકાર મળે તેવી ચળવળ ચલાવી, ઇશ્વરની મોટી આરાધના કરી છે તેમ પણ હું માનું છું. જીવન પોતાના માટે જીવવું તેના કરતાં જીવન અન્ય લોકોના ઉત્થાન માટે જીવવું વધુ સારું છે. એમ કહો એ જ જીવનની સાચી ભક્તિ છે, મંદિરમાં ટોકરી વગાડનાર પૂજારી છે ને એટલે જ કદાચ મેં વિકલાંગોના કલ્યાણ માટે સુવિધાઓ અને સગવડો પ્રસ્થાપિત કરવા સરકાર સમક્ષ રજૂઆતો કરી, આ કાર્યને જન આંદોલન સુધી લઇ જઈ પડકારરૂપ વ્યક્તિઓ માટે નવા યુગના આગમન માટે દીપક પ્રગટાવવા યત્ન કર્યો છે. આ દીપકનો પ્રકાશ સૌ વિકલાંગોના જીવનમાં જરૂર પથરાશે. તેના ઉજાસથી સૌ. કોઇનું જીવન ઉજ્જવળ બનશે, તેની પણ મને શ્રદ્ધા છે.