લખાણ પર જાઓ

પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સ્લેટ પાટી પર મૂળાક્ષરો લખે, તે ચકાસી શકે છે? તેમાં કોઇ ભૂલ હોય તો તે સુધારી શકે છે?

(૩)મફત અને ફરજિયાત શિક્ષણના ધારા મુજબની પ્રવૃત્તિઓ બાળકો પાસે પ્રજ્ઞાચક્ષુ શિક્ષક કરાવી શકે છે ? વગેરે મુદ્દાઓનું મૂલ્યાંકન કરી સમિતિએ સરકારને અહેવાલ આપવાનો હતો. આ અહેવાલ પૂર્વ આયોજિત મનોવલણને સંતોષી શકે. પરિપત્રની વિગતોને સમર્થન મળે તેવા ઉદ્દેશથી એકતરફી માન્યતાઓને મંજૂરી મળે તેવા અગાઉથી ઇચ્છિત અભિપ્રાય પ્રાપ્ત કરી તૈયાર કરવાની મનસ્વી અપેક્ષાઓ પૂર્ણ કરવા નીમવામાં આવેલ સમિતિ પાસે તૈયાર કરવાનો હોય તેવું મને સતત લાગતું હતું. અમારા કોઈપણ સૂચનો સમિતિના સભ્યો હોવા છતાં ગ્રાહ્ય લેવામાં આવ્યા નથી તેમજ ચોક્કસ ફોર્મેટમાં માત્ર ‘હા’ કે ‘ના’ ના વિકલ્પમાં સાથી શિક્ષકો કે આચાર્યના પણ અભિપ્રાય મેળવી લેવામાં આવ્યા હતા. પ્રજ્ઞાચક્ષુ શિક્ષકને બ્લેક બોર્ડના વિકલ્પે તેઓ અન્ય કયા સહાયક ઉપકરણો વાપરી શિક્ષણ આપવા પ્રયત્ન કરી શકે તેવી કોઇ વાત તેમની સાંભળવામાં આવી ન હતી. તેમજ એક શિક્ષક લેપટોપ પર અનેક શૈક્ષણિક સામગ્રી શાળા માટે તૈયાર કરી કાર્ય કરતા હતા તેની પણ કોઈ નોંધ લેવામાં આવી નહોતી. આખરે આઠ જ દિવસની ટૂંકા સમયની મર્યાદામાં અહેવાલ ૨ વિરૂધ્ધ ૩ના એકતરફી અભિપ્રાયથી તૈયાર કરી સરકારને સુપ્રત કરી દેવામાં આવ્યો. જેનો રાજ્યભરમાં વિરોધ થયો. ઇતિહાસમાં સૌથી ઓછા દિવસમાં સરકાર દ્વારા અહેવાલ તૈયાર કરવામાં આ સમિતિએ રેકોર્ડ નોંધાવ્યો. જેમાં પ્રજ્ઞાચક્ષુઓની કોઇ સુષુપ્ત કે દેખિતી શક્તિઓને સ્થાન ન હતું. જેમાં વિકલાંગ ધારો-૧૯૯૫ ની કલમ ૩૨ માં નેત્રહીનો માટે થયેલ મુકરર જગ્યાની કોઇ નોંધ પણ લેવાની પરવા કરવામાં આવી ન હતી. કાયદાથી પણ એક વ્યકિત દ્વારા કરાયેલ પરિપત્રને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું હતું. જેના કારણે

ભવિષ્યના પ્રજ્ઞાચક્ષુ વ્યકિતઓને તેમના વ્યવસાયી હિત માટે ન્યાય અપાવવો

[૮૪]