દિલમાં છપાવવાની જરૂર હતી તે અમે છપાવી શક્યા નહિ. આવી લડત અમે રાજકોટ શહેરમાં પણ આપી, ત્યારબાદ પહેલી મે ગુજરાત ગૌરવ દિવસ એ અમારી ‘મુખ્ય લડતનો’ દિવસ હતો. વિકલાંગ સમસ્યાની પરિષદ અમો ગુજરાત ગૌરવ દિવસના રોજ દાહોદમાં યોજાનાર સરકારના મુખ્ય કાર્યક્રમ સમયે દાહોદના રેલવે ગ્રાઉન્ડમાં મોટી સભા દ્વારા કરવાના હતા. રાજ્યભરમાંથી વિકલાંગો ઊમટી પડવા ભારે ઉત્સુક હતા. દાહોદ પોલીસ સાવધ બની. આંદોલનને દબાવી દેવા ગૃહમંત્રાલય દ્વારા દરેક જિલ્લાના પોલીસવડાને સૂચના આપવામાં આવી. જિલ્લામાંથી કોઇ વિકલાંગો દાહોદ ન આવે તે માટે જિલ્લે- જિલ્લે પોલીસ કાફલો ગોઠવાયો. ભાવનગરમાં મારા પર તે વખતના એસ. પી. ના અવાર નવાર ફોન આવે. મને ચર્ચા માટે સતત આમંત્રણ આપવામાં આવતું હતું. આંદોલન બંધ રાખવા અનેક મહાનુભાવો સમજાવવા આવતા. સંસ્થાની આસપાસ પોલીસની ગાડીઓ, પત્રકાર પરિષદથી જ અટકાયત કરવાનું આયોજન થવા છતાં હું હેમખેમ દાહોદ પહોંચી શક્યો. દાહોદમાં સભાના સ્થળે પહોંચતાં લોકોની પોલીસ અટકાયત શરૂ થઇ. ગાંધીનગરમાં એક હજાર અંધજનોની પોલીસ અટકાયત થઇ ત્યારે પોલીસ સ્ટેશનમાં ભારે હોહા થઇ હતી. સૂત્રોચ્ચાર થયા હતા, તેથી તેમાંથી બોધપાઠ લઇ આ વખતે જે વિકલાંગોની અટકાયત કરવામાં આવે તેને અલગ અલગ જગ્યાએ લઇ જવાનું પોલીસ પ્લાનિંગ થયું હોય તેવું અમને લાગતું હતું. બપોર સુધીમાં પાંચસોથી વધુ અમારાં ભાઇ-બહેનોની અટકાયત થઇ. મારી અટકાયત યોજનાબદ્ધ રીતે થઈ. મીડિયા પ્રતિનિધિને ઇન્ટરવ્યુ કરવા મોકલી, છૂપી રીતે ઘેરી લેવામાં આવ્યો. યોજનાબદ્ધ રીતે અટકાયત કરી સહાયક વિના મને સૌથી અલગ અજાણી જગ્યા પર લઇ જવામાં આવ્યો. અનેકવાર પોલીસ મિત્રોને મને કઇ જગ્યા પર લઇ જઇ રહ્યા છો? તેમ પૂછવા છતાં તેઓ સૂચના મુજબ કાંઇ પણ
બોલ્યા વગર મને દૂર-દૂર લઇ જઈ રહ્યા હતા. મારી સાથે દાહોદના અમારા પર