લખાણ પર જાઓ

પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સ્થાનિક પ્રતિનિધિ મૂકેશભાઈ પરમાર હતા. તેને પણ વચ્ચેથી અલગ કરી દેવામાં આવ્યા. હવે હું એકલો હતો. મારા મોબાઇલની માંગણી પોલીસ મિત્રો કરી રહ્યા હતા. મેં તેઓને મોબાઇલ આપવાની ઘસીને ના પાડી. મેં કહ્યું : ‘મોબાઇલ માટે આપ જે કોઇ શિક્ષા કરશો, હું મોબાઇલ નહીં જ આપું. ગોળી ચલાવો તો પણ નહી. તેઓ કશું બોલ્યા નહીં. ગાડી દૂર-દૂર જઇ રહી હતી. એકાદ દોઢ કલાક સુધી આમ ને આમ ગાડી ચાલતી રહી. મને એક પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો. ત્યાં બધાને અગાઉથી ટ્રેઇન કરવામાં આવ્યા હોય તે રીતે બધા મારી સાથે વર્તી રહ્યા હતા. હું કોઈ પણ પોલીસ કર્મચારીને પૂછું, ‘આ કયું પોલીસ સ્ટેશન છે? કોઇ બોલવા તૈયાર ન હતું. પોલીસ સ્ટેશને જે કોઈ ફોન આવતા અને કર્મચારીઓ ફોન ઉઠાવીને બોલતા તો તેઓ પણ પોલીસ સ્ટેશન એટલું જ બોલતા હતા. કયું પોલીસ સ્ટેશન એવું ભૂલથી પણ કોઇ બોલતું નહીં. રાત્રીના અઢી કલાક સુધી જેટલા ફોન પોલીસ સ્ટેશને આવ્યા, તે દરેક ફોન ઉઠાવનાર પોલીસ કર્મચારીએ એટલી કાળજી રાખી કે કોઈ પોલીસ સ્ટેશનનું નામ બોલ્યા નહીં. તેથી મને ખબર ન પડી કે હું ક્યાં છું ? ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીની મીટિંગો પણ પૂરી થઇ. મુખ્યમંત્રી દાહોદથી ગાંધીનગર જવા રવાના થયા પછી મને રાત્રિના અઢી કલાકે એટલે કે બીજી મે ના રોજ મુક્ત કરવામાં આવ્યો. પોલીસ સ્ટેશનમાં અમારા બીજા મિત્રોએ ભારે ધાંધલ ધમાલ પણ મારી અટકાયત વિશે કરી હતી. હું ક્યાં છું? તેવો પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો પરંતુ પોલીસ તંત્ર દ્વારા તેનો કોઈને જવાબ મળ્યો ન હતો. પોલીસ હંમેશાં ધાર્યું કરે છે. ગાડીમાં મેં મારો મોબાઇલ પોલીસને આપવાની ઘસીને ના પાડી હતી. પોલીસ સ્ટેશન પર જ્યારે હું હતો ત્યારે મોબાઇલ પર મારી વાત ચાલુ હતી. બેટરી ઊતરી ગઇ. બેટરી ચાર્જ કરી આપવાના બહાના નીચે મને મોબાઇલ આપવા કહ્યું, હું તેમાં ફસાઇ ગયો. મેં

- ચાર્જ કરવા એક પોલીસને મોબાઇલ આપ્યો તેમનું નામ મને આજે યાદ નથી. તે

[૮૮]