નિહાળી શકે. આ બાળક એટલે ‘પ્રજ્ઞાચક્ષુઓના ગાંધીજી’ કહી શકાય એવા શ્રી લાભુભાઈ ટપુભાઈ સોનાણી.
લાભુભાઈએ નાની ઉંમરે ટાઈફોઈડ તાવની બીમારીમાં આંખની દૃષ્ટિ ગુમાવી અને પાંચ વર્ષ પૂર્ણ કરે તે પહેલાં માતા અજવાળીબેનનું માતૃછત્ર પણ ગુમાવ્યું. તેમ છતાં હિંમત હાર્યા વગર પોતાના પરિવારના સંપૂર્ણ સહયોગથી નવ વર્ષની ઉમરે પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કરવા ભાવનગરની અંધ ઉદ્યોગ શાળામાં પ્રવેશ મેળવ્યો અને શૈક્ષણિક કારકિર્દીની શરૂઆત કરી. આદર્શ નેતૃત્વનાં કૌશલ્યનું તેલ આ સમયે જ તેમના જીવનમાં પુરાયું. તેઓ સતત ચાર વર્ષ સુધી સંસ્થાનાં જી. એસ. (જનરલ સેક્રેટરી) તરીકે વિનાશરતે ચૂંટાઈ આવ્યા હતા અને વિદ્યાર્થીઓની નાની-મોટી કમિટીમાં જોડાઈ, વિવિધ પ્રવૃત્તિઓનું સંચાલન સંભાળ્યું હતું. સાથોસાથ વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોની રજૂઆત શિક્ષક સામે પારદર્શક રીતે કરી, ત્વરિત નિવારણ લાવવા સારા મધ્યસ્થીની ભૂમિકા ભજવતા. તેમણે માધ્યમિક શિક્ષણ ભાવનગરની વિશુદ્ધાનંદ વિદ્યામંદિર અને અંધજન મંડળ અમદાવાદમાં મેળવ્યું.
લાભુભાઈએ ન્યુ એસ.એસ.સી.ન પરીક્ષામાં શાળામાં તેમજ પ્રજ્ઞાચક્ષુ વિભાગમાં પ્રથમ સ્થાન મેળવી ‘ગોલ્ડ મેડલ’ પ્રાપ્ત કરેલ. આગળ તેમણે ભાવનગર યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ તેમજ ભોપાલ યુનિવર્સિટીમાંથી આર.સી.આઈ. માન્ય પ્રજ્ઞાચક્ષુ માટેનું સ્પેશ્યલ બી.ઍડ્. પણ સફળતાપૂર્વક પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ કરેલ. આ ઉપરાંત સંગીતમાં વિશારદની પદવી મેળવેલ છે.
લાભુભાઈનો મનપસંદ વિષય વિકલાંગ વ્યકિતઓનાં પુનઃસ્થાપન માટે ઘડાયેલા વિવિધ ધારાઓ છે.
તેઓ હંમેશાં તેના અસરકારક અમલીકરણમાં તત્પર રહે છે. તેઓ છેલ્લા