પૃષ્ઠ:Jail-Officeni.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




ફાંદાળો ભીલ

તે દિવસની સંધ્યાએ તું થરથરી ઊઠેલો, ખરું ? ફાંસીની તુંરગમાંથી પેલા મોટી ફાંદવાળા જુવાન ભીલને લાવવામાં આવ્યો અને જેલરે એને ત્રાડ મારી કહ્યું કે “તુમકો કલ ફજરમેં ફાંસી મિલેગા, તમારે વાસ્તુ હુકમ આ ગયા હૈ. તુમકો કુછ કહેના હૈ ?”

ફાંદવાળો ભીલ જેવો ને તેવો ઊભો રહ્યો.

“તુમ સુના ? કાન હે તો ? કલ સબેરે તુમકો ગલેમેં રસી ડાલ કે ફાંસી દેનેવાલી હૈ.”

ભીલની સમાધિ તોયે ન છૂટી.

પછી જેલરે હસીને સંભળાવ્યું:

“દેખો, તુમારી ફાંસીકી સજા નિકલ ગઈ. તુમકો છુટ્ટી દેનેકા હુકમ આયા હૈ. યે તમારે કપડે લો, પહેન લો, ઔર જાઓ દેસમેં મગર દેખો, અબ વો તમારી ઓરત કે પાસ મત જાના. ગલો કાટ કે માર ડાલેગી તમકો !”

ફાંદવાળો ભીલ તો આ ખબર સાંભળીને પણ બાઘાની પેઠે થીજી ગયેલો ઊભો છે. એને એક અદાલતે પોતાની સગી માની હત્યાનો અપરાધી ઠરાવી ફાંસી ફરમાવી હતી, અને આજ વળી એક ઉપલી અદાલતે એની એ જ સાક્ષી પરથી તદ્દન નિર્દોષ ઠરાવી નાખ્યો.

ફાંદવાળા ભીલના પેટમાં વિચારો ચાલતા હો કે “આ બધું આમ કેમ ? હું તે મનુષ્ય છું કે મૅજિસ્ટ્રેટોના હાથમાં રમતું રમકડું છું ? મારું જીવતર શું આવા ઝીણા તાંતણા પર ટિંગાઈ રહ્યું છે ? જેલર બોલે તેમાં મશ્કરી કઈ ? પહેલું બોલ્યો એ ? કે પાછલું ? મને ઠેકડીમાં ને ઠેકડીમાં દરવાજાની


96
જેલ ઑફિસની બારી