પૃષ્ઠ:Jail-Officeni.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આમાંથી છોડાવજે.” હવે તું છૂટ્યો, એટલે અનેક મૂરખાઓને નવી આસ્થા બેઠી: “જોયું ને ? ભગવાનને ઘેર કેવો ન્યાય છે !”

આ આસ્થાના દોર ઉપર અનેક નાદાનો નાચ માંડશે. જગતમાં ઈશ્વર છે, ને એ ઈશ્વર પાછો ન્યાયવંતો છે, એવી ભ્રમણામાં થોડા વધુ લોકો ગોથાં ખાશે, ને એમાંથી તો પછી અનેક ગોટાળા ઊભા થશે ! છૂટી જનારા તમામ નિર્દોષો લેખાશે ને લટકી પડનારા તમામ અપરાધી ઠરશે ! આવી અંધાધૂંધી દેખીને મારા જેવી ડોકરી ખૂબ લહેર પામશે. એમાંથી તો મને આંસુઓનો ભક્ષ પણ ઘણો મળી રહેશે. ખી - ખી - ખી - ખી - ખી !


98
જેલ ઓફિસની બારી