પૃષ્ઠ:Jail-Officeni.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આવું મનન કરતો લંદાળા ભીલ આગગાડીમાં ચડે છે. પોતાની કને ટિકિટ હોવા છતાં એ પાટિયા ઉપર નથી બેસતો, નીચે બેસે છે; પલાંઠી નથી વાળતો, ઊભડક બેસે છે. હજુ જાણે એ પોતાની અપીલના ફેંસલાની વાટ જોતો બેઠો છે. ફાંસીની રસીનો ગાળિયો હમણાં જાણે ગળામાં પડ્યો કે પડશે !

બાંકડા ઉપર વાણિયા-બામણ બે ડોસા બેઠા છે. એક-બે બૈરાં પણ ફાંદાળા ભીલને દેખી લૂગડાં સંકોડી રહ્યાં છે.

હોકલીના ધુમાડા કાઢતો-કાઢતો વાણિયો અમારી જેલ તરફ આંગળી બતાવે છે ને કહે છે કે “આ પેલી જેલ, ને ઓ પેલો જે ઊંચો ભાગ વરતાય તે ફાંસીખાનું.”

એટલું કહીને એ લહેરથી હોકલી પીએ છે.

બામણ ડોસો હથેળીમાં તમાકુને ચૂનો ચોળતો ટોકો પૂરે છે: “મારું બેટું, આપણે તો અવતાર ધરીને ફાંસીયે ના દીઠી !”

બૈરું બેઠું છે તે ખબર આપે છે: “અગાઉના સમયમાં તો ઉઘાડી ફાંસી આલતા. મનખ્યો જોવા મરતો. પણ અવડેં તો ગપત્ય મારી નાંખે છે રોયા !”

વાત કરતાં-કરતાં એ માાં જાતબહેન ઢેબરાં જમતાં હતાં.

ડોસો હોકલી પીતાંપીતાં અફસોસ કરે છે કે “સરકારે ફાંશી કમતી કરી નાખી તેથી જ તો મારા દીચરા ધારાળા ને ભીલડા ફાટ્યા સે ના !”

‘ભીલડા’ શબ્દ કાને પડતાં જ અંતરમાં ફાળ ખાતો ફાંદાળો ભીલ ચમકી પડે છે; ને એ ફાંસીએથી છૂટીને આવે છે તેટલી વાત જાણતાં તો આખા ડબાનાં ઉતારુઓ સ્તબ્ધ બને છે. “હે શિવ ! રામ તું હિ ! હે અંબે, હે અંબે !” એવા ઉચ્ચાર કરીને સહુ પોતપોતાની રક્ષા માટે ઇષ્ટદેવને તેડાવે છે, છૂટાછૂટા ઉદ્‌ગારો સંભળાય છે –

“રાતની વેરા છે, ભૈઓ ! સહુ જાગતા સૂજો.”

“સમો ખરાબ છે, બાપા ! બે પૈસા સાટુ પણ ગરાં કાપનારા પડ્યા છે.”


શું સાચું!
103