પૃષ્ઠ:Jail-Officeni.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પત્રભાષા શીખવા સારુ અમારા પત્રો પોતાને ઘેર લઈ જાય છે ? એવા તર્કો શા માટે કરતા હશે – આવાઆવા વિચિત્ર પ્રશ્નોમાં અટવાયેલો જેમલો હસી પડ્યો, ધ્યાનચૂક થયો. બડાસાહેબ તો અચાનક આવી પહોંચ્યા. એટલે જેમલા પર મુકાદમની બે લપડાકો પડી. એના ધ્વનિએ રાજકેદીની રોજનીશીને સ્તબ્ધ કરી દીધી.


118
જેલ ઓફિસની બારી