પૃષ્ઠ:Jail-Officeni.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ફરી પાછી ફિક્કી આંખોવાળા કારકુનોના મોંમાંથી પાનની પિચકારી મારી જાળી પર છંટાવી શરૂ થાય છે, ને હું થરથરી ઊઠી પુકારું છું કે શા સારુ મને અબળાને સંતાપો છો ? હું જેલની બારી એટલે શું મને હીન, અકુલીન માની લીધી ? નીચા કુળની બધીને જ શું તમે ભ્રષ્ટ સમજો છો ? તમારી જુવાનીમાં તે હવે એવું શું બળ્યું છે કે તમે પાનબીડાં ચાવો છો ને પિચકારીઓ છાંટો છો ?



આંસુની મહેફિલ
9