પૃષ્ઠ:Jail-Officeni.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

“ગરીબ પરવર !” જમાલ ડોસો પગે લાગી-લાગીને કહે છે: “મૈં જૂઠ નહિ કહેતા હું. મૈં બાજારમેં મઝદૂરી કરતા થા વહીં જ પકડા ગયા. મૈં ઘરસે પાંચ રૂપૈયાકી નોટ ઔર એક રૂપૈયા લે કર આયા થા. મેરી બચ્ચી ઉસ્કે ધની કે ઘર કો જાનેવાલી થી. તો ઉસ્કી છોટી લડકી કે વાસ્તે મૈંને યે રૂપાકા ગંઠા લિયા પોને બાર આનેકા, ઓર કપડે લેને કે બાકી થે, ઇતને મેં મુઝકો પકડ લિયા. યે બારી પર ઉસ રોજ જબ મૈં સજા ખા કર આયા તબ મૈને પાંચ રૂપેયેકી નોટ ઓર સવા આને જમા કરવા થે –”

“તો ક્યા પાંચ રૂપૈયેકી નોટ હમ ખા ગયા? કૌન ખા ગયા? જૂઠ, સાલા? જૂઠ? હમારે સામને જૂઠ? હમારે પ૨ ચોરી ડાલતા હૈ? એય સિપાહી ! મુકાદમ ! ઈસકુ સાલાકુ લે જાવ, પચાસ ફટકા લગાવ –”

વગેરે.વગેરે ઘણી જ વીરત્વની વાણી ઉચ્ચારીને અમારા કારકુનસાહેબે જમાલ ડોસાને એની સાઠ વરસની જઇફ ઉંમરે ખસિયાણો પાડી દીધો, ને એના અંગૂઠાની છાપબાપ જે કંઈ જરૂરી વિધિ કરવાનું એને ‘સાલા’ શબ્દનાં સંબોધનો સાથે કહેવામાં આવ્યું તે તમામ ચૂપચૂપ કરી આપીને જમાલ ડોસો એ આખરી રાત કાઢવા માટે પાછો ધક્કા ખાઈને જેલમાં ચાલ્યો ગયો.

તે જમાલ ડોસાને મન જેમ પાંચ રૂપિયાની નોટ અને સવાચાર આના એ દોલત હતી, તેમ મારી દુનિયામાં હું ગાળાગાળી, મારપીટ તથા આંસુનાં ટીપાંને મારી સાચી મૂડી ગણું છું. તેથી કરીને જમાલ ડોસાને ‘સાલા’ શબ્દનું જે સંબોધન કરવામાં આવ્યું તે મેં મારી તે દિવસની કમાણી તરીકે ગણીગણીને ગળામાં પહેરી લીધું: બરાબર પા કલાકમાં સાડત્રીસ વાર એ ‘સાલા’નો ઉચ્ચાર થયો હતો. મારે તો સરસ મજાની એક હીરાકંઠીનો વેંત થઈ ગયો. તમારી વૈષ્ણવ ધર્મની કંઠી અને શૈવોની રુદ્રાક્ષમાળા કરતાં અમારી આ જેલ-ઑફિસની ‘સાલા-કંઠી’ શું કંઈ કમ છે?

વધુ રહસ્યની અને મીઠાશની વાત તો આમાં એ છે કે દસ મહિનાની સજા આજ સાંજે જમાલ ડોસાએ પૂરી કરી નાખી એટલે એ પોતાના મનમાં મલકાતો હતો કે હવે હું ગુનેગાર કેદી મટીને પાછો એક નિર્દોષ, ઇજ્જતદાર ઇન્સાન તરીકે બહાર નીકળું છું. પણ એની એવી ખુમારી અમારા કારકુને


સહુનો ‘સાલો’
23