પૃષ્ઠ:Jail-Officeni.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

થઈ ગયો, ઈન્સાન મટી ગયો, મારા કપાળમાં ‘કેદી’ શબ્દનો ડામ ચોડાઈ ગયો, મારી પછવાડે શંકાથી ભરેલી અનેક આંખોના ડોળા ભમે છે. હું જૂઠું જ બોલી શકું – સાચ મને કદી સૂઝે જ નહિ. હું જમાલ ડોસો હવે નથી રહ્યો – હું તો છું જેલના કારકુનસાહેબનો ‘સાલો’.

જેલ-નોકરીનો આવો સાચો રંગ જ્યારે-જ્યારે હું તમારા કલેજા પરથી કોઈ-કોઈ વાર ઊપડી જતો જોઉં છું ને, જેલરસા’બ, ત્યારે મને તમારા પર ચીડ ચડે છે. મને થાય છે કે તમે તમારાં પંચાવન વર્ષ પાણીમાં નાખ્યાં !



સહુનો ‘સાલો’
25