પૃષ્ઠ:Jail-Officeni.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.





મારો ભૈ ક્યાં!


“સા’બ ! ઓ સા’બ ! સાબ, મારો ભૈ ક્યાં ?”

એક દિવસ સાંજરે મારા કાન ઉપર બહારથી આ ધ્વનિ અથડાયાઃ “મારો ભૈ ! મારો ભૈ ક્યાં ?”

મેં જોયુંઃ મારી સન્મુખ એ ઊભી હતી. નીંભાડામાં પોતાનું બચ્ચું દટાઈ ગયું હોય અને માંજારી પુકાર કરતી ટળવળતી હોય એવી રીતે એ મારી સન્મુખ ઊભીને કહેતી હતી: “સાબ, મારો ભૈ! જેલર સા'બ, મારો ભૈ ક્યાં ?”

ગાય જાણે વાછરુ વિના ભાંભરતી હતીઃ “સાબ મારો ભૈ ક્યાં ?”

“તેરા ભાઈકા નામ વાલજી રઘુજી હૈ ન ?” અમારા મુકાદમ દીનમહમ્મદે ઠંડેગાર અવાજે એને મારી આ બાજુએથી પૂછ્યું.

“હા સા’બ !” પેલી ભાંભરડા દેતી ગાય બોલી ઊઠે છે: “વાલજી રઘુજીઃ સેંધરાનો છે મારો ભૈ, જુવાન છે. મૂછો હજુ ફૂટતી આવે છેઃ નમણો છે.”

“કૈસા, તેરે જૈસા?” અમારા વિનોદી બંકડા કારકુને તાંબુલની પિચકારી ફેંકતાં-ફેંકતાં મીઠી મજાક કરી.

“હા, સા'બ! બરાબર માગ સરખું જ રૂડું મોં છે મારા ભાઈનું. એની મુલાકાતે હું આવી છું.”

આખી ઑફિસ ખિખિયાટા વડે ગુંજી ઊઠી. વૉર્ડરોએ અને કારકુનોએ સામસામી તાળીઓ દીધી. બોલ સંભળાયાઃ “કૈસી! વાહ વાહ! ક્યા તબિયત !”.

– ને ભૈની બોન પલક-પલકની વાટ જોતી તલપાપડ ઊભી. હમણાં


મારો ભૈ ક્યાં!
35