પૃષ્ઠ:Jail-Officeni.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

એ ઉપહાસ તારો નથી થયો, ઓ વીરા મુકાદમ ! આ ઠેકડી તો થઈ રહેલ છે જગતની સર્વ શ્રેષ્ઠ માનવ-સત્તાની.

આપણો મોભો તૂટી ગયો, ઓ રાજરાજેન્દ્ર ! આપણો વક્કર નીકળી ગયો. આપણી બાંધી મૂઠીનો ભરમ ઊઘડી ગયો.

નમૂછિયા છોકરાઓ ! કાનમાં મને એકલીને તો જરા કહેતા જાઓ ! – આ ઠેકડીના હાસ્ય તળે તમે કયો અગ્નિ સંઘરી રહેલ છો ?

આછી-આછી ધુમાડાની શેડ્ય નીકળે છે. હું માનું છું, ધુમાડાની શેડ્ય જ છે. ફક્ત ગૂંચળાં નથી, ગોટેગોટ નથી. ફક્ત એક દોરા જેવી રેખા !

“ડોકરી ! રાંડ ! તારો એ મતિભ્રમ છે.”

કોણ બોલ્યું એ ?



જોર કિતના?
65