પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦
જયા-જયન્ત
 


આત્મનો વિકાસ પ્રેમ, જીવનપ્રકાશ પ્રેમ,
પ્રેમ-પ્રેમ, સર્વ પ્રેમ:, પ્રેમનો આ પારાવાર;
પરમ પ્રેમ પરબ્રહ્મ.


અમારે યોગીઓને જોવાનું છે એક જ,
જગત ઉંચું ચ્હડે છે કે નીચું ?


આસપાસ નિહાળે છે.


હિમાદ્રિનો એક ચ્હડાવ ચ્હડે છે
દૈત્યોને જીતીને આવતો કુમાર;
દેવગિરિનો બીજો ચ્હડાવ ચ્હડે છે
કુમારને વધાવવા આવતી રાજકુમારી;
નર ને નાર-જગત ઉંચે ચ્હડે છે.


શિખર પાછળથી જયાકુમારી અને સાહેલીઓનો ગીતટહુકો સંભળાય છે.


'દેવોનાં ધામ એ, વિભુના વિશ્રામ એ.'

દેવર્ષિ : उर्ध्व गच्छन्ति सत्त्वस्था, मध्ये तिष्टन्ति राजसा :

जघन्यगुणवृत्तिस्या अधो गच्छन्ति तामसा :
ચ્હડો ઉન્નત ને ઉન્નત, દેવસન્તાનો !
બ્રહ્મસિંહાસનના પાયા સૂધી.
સંચરો, એ જ છે દેવયાન માર્ગ,
મહર્ષિઓનો પુણ્યપુરાણ પન્થ.
-પધારી જગતની આ મહાસંન્યાસિની,
નરલોકની નૈષ્ઠિક બ્રહ્મચારિણી.