આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦૪
જયા-જયન્ત
- મંહી તારાની ભાત;
- ઉંચા આકાશ, મ્હારી બ્હેનડી !
- મંહી તારાની ભાત;
વગડે ને વગડે છે વેલડી;
- મંહી ફૂલડાંની ભાત -
- મંહી ફૂલડાંની ભાત;
- ઉંચા આકાશ, મ્હારી બ્હેનડી !
જયા : જય વનનાં દેવીનો.
તેજબા : કુંવરી ! કલ્યાણ ત્હમારૂં.
- દેવી નથી, દુખિયારી છું
- હું યે તમ સરિખડી.
જયા : દુઃખનાં ચિતાસ્નાન કરી ઉતરે
- તે જ દુનિયાનાં પુણ્યદેવી.
- આપની કથા -
તેજબા : મ્હારી કથા ? ટૂંકી છે.
- વિધિએ દીધું એ જ ગુન્હો.
- કંઈ વર્ષોથી છું આ ગુફામાં,
- પારધીના પીંજરામાં.
- પારધીને હું ગુફામાં ધસવા નથી દેતી,
- પારધી મ્હને ગુફામાંથી ભાગવા નથી દેતો.
- મ્હારૂં રૂપ એ જ મ્હારો વાંક.