આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦૬
જયા-જયન્ત
તેજબા : પારધીનો પ્રાણ લેશો ?
જયા : ના; પાપની પાંખો કાપીશ,
- એકટંગિયા દેશમાં મોકલીશ.
તેજબા : દેવો મારતા નથી, ઉદ્ધારે છે.
જયા : એક પગ ને એક હાથ.
પારધી : અરેરે ! વાઘ ઘવાણો
- વાઘણના બાણથી.
જયા : છૂટ્યાં, બ્હેન ! પણ ક્ય્હાં જવા ?
તેજબા : ઝુંડમાંથી જગતમાં,
- ને જગતમાંથી જગન્નાથ પાસે.
- એક જ માર્ગ;
- મળે ત્ય્હાં ગેરૂ રંગિયે.
જયા :કફની ! કફની ! ભેખ ! સંન્યસ્ત !
- ઘડીના કે સદાના,
- દિલના કે દેહના.
- એ જ દુઃખિયાના દિલાસા,
- ને દુનિયાના ઉદ્ધાર.