પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧
જયા-જયન્ત
 


ઉડતા ઉડતા દેવર્ષિ અદૃશ્ય થાય છે. ઉત્સવ કાજે સજ્જ થયેલ જયા કુમારી જયમાળ લઇને સાહેલીઓ સાથે આવે છે. કોઈ સખી ડાક, કોઈ ડમરૂ, કોઈ શીંગીનાદ વાતી હોય છે.


જયા અને સાહેલીઓ : ધીમે ધીમે ધીમે, સાહેલિ!

ચાલો ચ્‍હડીયે ગિરિઓ ગરવા;
દેવોનાં ધામ એ, વિભુનાં વિશ્રામ એ.
આત્માનાં પૂર પૂરથી ભરવા;
ધીમે ધીમે ધીમે, સાહેલી!
દૈત્યો વિદારનાર, દેવો ઉગારનાર,
જગવી જયનો ટંકાર આવે છે એ કુમાર,
ગિરિગિરિમાં જય ઉચ્ચરવા;
બાણે છે શેષ નાગ, ચાપે છે વીજળી,
એવા જયકેતુધારી અભિનન્દવા;
ધીમે ધીમે ધીમે, સાહેલિ !

એક સાહેલી : સુરેન્દ્રે ન્હોતર્યા હતા કુમારને,

આવે છે તે જીતીને દાનવનાં જૂથ.
વધાવજો એમને, કુમારી ! જીવનનાં ધનથી.

જયા : સારો મુજ દેશ વધાવશે

ગુણવન્તાના ગુણોને, દેવોના એ દેવત્વને.
આનન્દના અમૃતફૂવારા