પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૪
જયા-જયન્ત
 



પ્રવેશ સાતમો


સ્થલકાલ: ગંગાકાંઠે અક્ષયતૃતિયાનું પ્રભાત
(ગંગાજીનાં જલમાં ને આરે યાત્રાળુઓનો સંઘ ઉભરાય છે. તેજબા ને જયા આવે છે.)

તેજબા : ઉગે છે પ્રભાત આજ ધીમે ધીમે;

ઉગે છે ઉષાનું રાજ્ય ધીમે ધીમે;
ઉગે છે પ્રભાત આજ ધીમે.
રજનીના ચુંદડીના
છેડાના હીરલા શા
ડૂબે છે તારલા આજ ધીમે ધીમે;
ઉગે છે પ્રભાત આજ ધીમે ધીમે.
પરમ પ્રકાશ ખીલે,
અરૂણનાં અંગ ઝીલે;