પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૫
જયા-જયન્ત
 


જાગે પ્રભુ વિશ્વમાં આજ ધીમે ધીમે;
જાગે પ્રભુ જીવમાં આજ ધીમે ધીમે;
ઉગે છે પ્રભાત આજ ધીમે ધીમે.

જયા : જેવું જલનું સ્નાન

એવું જ આત્માનું સ્નાન.

તેજબા: હા, જયા ! આત્માના સ્નાન વિના

જલનાં સ્નાન અધૂરાં સ્તો.
(સ્નાનાર્થે જાય છે. કાંઠે ઉંચી ભેખડ ઉપર પાપમન્દિરના દ્વારમાં તીર્થગોર બેઠા બેઠા લલકારે છે.)


તીર્થગોર: अन्य क्षेत्रे कृतं पापं

तीर्थक्षेत्रे विनष्यति.
(નીચેના પટમાં ગિરિરાજ ને રાજરાણી યાત્રાળુવેશે ગંગાસ્નાને આવે છે.)

ગિરિરાજ: રાણી ! વનવનમાં વિચર્યાં;

પણ જયા યે ન જડી,
ને આત્મશાન્તિ યે ન લાધી.

રાજરાણી: રાજેન્દ્ર ! મ્હારે તો જયા એ જ શાન્તિમૂર્તિ.

સૃષ્ટિજૂનાં આ પુણ્યોદક વહે છે;
એમાંથી જડશે જયા; શોધિયે.

ગિરિરાજ: આ હવામાં હું જયા જોઉં છું;

દેખાય-દેખાય ને અલોપ થાય છે.