પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૬
જયા-જયન્ત
 


રાજરાણી: સજોડે તીર્થ ન્હાય

ત્‍હેને દર્શન થાય દિલવાસીનાં.

ગિરિરાજ: નહીં તો શુકદેવ સમા બ્રહ્મર્ષિ

તો દાખવશે જ દેવલોકવાસીને યે.
(સ્નાનાર્થે સંચરે છે. નૃત્યદાસી જળસ્નાન કરીને ભેખડ ઉપર પાપમન્દિરે દર્શને જાય છે.)

નૃત્યદાસી: આચાર્યનો તો અસ્ત થયો.

સૌન્દર્ય ઉડતાં આશકો ઉડી જાય,
એમ વિખરાયું વામીમંડળ
દેશદેશનાં વિલાસભવનોમાં.
પાપપુણ્યના કણ એવા છે કે
વેરાય ત્ય્હાં ત્ય્હાં ઉગે.

તીર્થગોર: अन्य क्षेत्रे कृतं पापं

तीर्थक्षेत्रे विनष्यति.
પધારો, યજમાનરાણીજી !
શું આપનું કાન્તિમંડળ !
જાણે પશ્ચિમનો ચન્દ્રમા !

નૃત્યદાસી:ગુરુ ! આ કોનું મન્દિર ?

આપ પૂજારી હશો.

તીર્થગોર: આ પાપમન્દિર છે ગંગાતટનું,

ને હું પાપમંદિરનો પૂજારી છું.