પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૯
જયા-જયન્ત
 


તેજબા : પ્રભુનાં જગત છે

તો પ્રભુનાં જન લાધશે ત્‍હેમાં.
બ્રહ્મર્ષિના આશ્રમ સૂના નથી.
ચાલો પેલે ઉંચે મન્દિરે દર્શને.
એકાન્ત છે, ત્ય્હાં શાન્તિ હશે.
(તેજબા ને જયા ભેખડે ચ્‍હડે છે.)

તીર્થગોર: अन्य क्षेत्रे कृतं पापं

तीर्थक्षेत्रे विनष्यति.


તેજબા: જય સચ્ચિદાનન્દ, ગુરુદેવ !

તીર્થગોર: સચ્ચિદાનન્દ, માઇ !

સત્, ચિત્, આનન્દ.
આવો, ને આનન્દ કરે
(તેજબા જયા સ્‍હામું જૂવે છે, તીર્થગોર સ્‍હામું નિહાળે છે. તીર્થગોર દોરે છે, ને સહુ મન્દિરમાં પ્રવેશે છે. નીચે તટમાં કાશીરાજ ને શેવતી આવે છે.)

શેવતી: પિયુ ! પ્રેમનું પ્રભાત,

પિયુ ! પ્રેમનું પ્રભાત,
પ્રગટ્યા પ્રકાશ પરમ સ્નેહના જો !


પિયુ ! ઉતરી એ રાત,
પિયુ ! ઉતરી એ રાત,
સૂરજો તપે છે દિલે-દેહમાં જો !


અમે આશાને આંગણે ઉભાં હતાં;
અમે ભાવિના આભમાં જોતાં હતાં;