પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૦
જયા-જયન્ત
 


ઉગી ભાગ્ય કેરી ભાત,
ઉગી ભાગ્ય કેરી ભાત,
ઉઘડ્યાં ઉજાસ સૌભાગ્યનાં જો !


પિયુ ! પ્રેમનું પ્રભાત.
(પાપમન્દિરનો ઘુમ્મટ ફોડી જયા ગંગાજલમાં કૂદી પડે છે. પાપમન્દિરનાં દ્વાર તોડી ચંડી સમી તેજબા તીર્થગોરની જટા ઝાલી બહાર ખેંચી લાવે છે.)

તેજબા: ભૂલ્યો, ઓ પાપમન્દિરના ગુરુ !

તું ભુલ્યો આજે.
ફેંકું છું સદા ન્હાવાને કાજ
પાતાલઊંડાં આ જલનાં વમળોમાં.
એ બાલાને તો વરદાન છે કે
આ ભવમાં અભડાવશે જ નહીં
પુરુષનો કોઈ દેહસ્પર્શ.
વીજળીને અડકે તે દાઝે,
એમ દાઝે છે એને અડકે છે તે.

તીર્થગોર: પણ-ત્‍હમે-

તેજબા: હું ?


(તીર્થગોરની જટા ખેંચતાં છૂટી જાય છે, ઓઢેલું વસ્ત્ર સરી પડે છે, અર્ધદેહ ઉઘાડી થાય છે. તેજબા ત્‍હેને નિહાળી રહે છે, ને ઓળખે છે.)
હું ?
સિંહધ્વનિએ ગાજે છે.