પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૧
જયા-જયન્ત
 


ઓળખે છે મ્હને ? રૂદ્ર !


(તીર્થગોર ચમકી ઉઠે છે.)
સરસ્વતી કોણ ? ને ક્ય્હાં છે ?
જો આ ઉદર ઉપરનો મયૂર,
ને જો ત્‍હારો ઉદરમયૂર.

તીર્થગોર: કોણ ? બ્‍હેન સરસ્વતી ?

યુગના યુગથી વિખૂટાં હતાં;
ને વર્ષોનાં વાદળમાં
સન્તાયાં હતાં સ્મરણો ત્‍હારાં.
હા ! બ્‍હેન વિશે મ્હને પાપભાવ જાગ્યો !

તેજબા: સૃષ્ટિમાંની સર્વ સુન્દરીઓને

બ્‍હેન પ્રમાણજે, ઓ પાપગુરુ !
સહુમાં તુજ બ્‍હેનની મૂર્તિ જોજે.
રાક્ષસ જન્મ્યો તું બ્રહ્મકુલમાં.


(જનાન્તિકે નીચે ગંગાપટમાં)

કાશીરાજ: આજ મ્હારા જીવનનું મુહૂર્ત.

શેવતી: આજે ઉગી મ્હારી યે અક્ષયતૃતિયા.

રાજેન્દ્ર ! કુમારે આનન્દે છે આયનો
આ તમ દયિતાને દેહ.

કાશીરાજ: ચાલો વાટડી નિહાળે છે

વારાણસીના મ્હારા રાજમહેલ.
(બન્ને સિધાવે છે. નદીતટમાં પોકાર.)