પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૨
જયા-જયન્ત
 


'ઓ તીર્થગોર ! ત્‍હમારી બ્રહ્મકન્યા
હરી ગયા કો રાજવી.'


(તેજબા ને તીર્થગોર ચમકે છે.)

તીર્થગોર: મ્હારી શેવતી ! મ્હારૂં રત્ન !

તેજબા: રાવણવંશી ઓ બ્રહ્મરાક્ષસ !

મા વીસર કે સર્વ સુન્દરી
કોઈક પિતાનું કન્યારત્ન છે.
ત્‍હારા કન્યારત્નને પુણ્યોજ્જ્વલ વાંછે,
તો કોકના કન્યારત્નને મા અભડાવતો.
अन्य क्षेत्रे कृतं पापं
तीर्थक्षेत्रे विनष्यति
ઓ અર્ધજ્ઞાની અન્ધકારમૂર્તિ !
શીખ ઉત્તરાર્ધ એ મન્ત્રનો, કે
तीर्थक्षेत्रे कृतं पापं
वज्रलेपो भविष्यति.
જાઉં છું જયાને શોધવા.
પણ આવીશ, રહીશ,
અહીં વસીશ ગંગાતીરે,
ને પાપમન્દિરનાં કરીશ પુણ્યમન્દિર.


(તેજબા જાય છે. પાપમન્દિરનાં ખંડેર ભણી તીર્થગોર નિહાળી રહે છે.)