પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૩
જયા-જયન્ત
 



અંક ત્રીજો


પ્રવેશ પહેલો

સ્થલકાલ:હરિકુંજમાંનો જયન્તનો આશ્રમ




બ્રહ્મચારીઓનું ગીત:

વનવનના અન્ધારાં વામશે, હો ! આવશે એવાં કો આભનાં તેજ; હો ! સન્તજી ! એવાં કો દેવનાં તેજ.

જેવો વિશ્વપ્રકાશી વ્યોમ વિકસે પ્રાતઃસમેનો રવિ, જેવો રાત્રિ સુહાવી ચન્દ્ર ચમકે પીયૂષનો રાજવી, જેવાં એ કિરણો અનસ્ત ધ્રુવનાં આવન્ત મિષોન્મિષે, એવાં વર્ચસ્ બ્રહ્મનાં ઉતરશે, અન્ધાર ઉજાળશે.

જગજગનાં અન્ધારાં વામશે,

હો ! આવશે એવાં કો દેવનાં તેજ;

ઉરઉરનાં અન્ધારાં વામશે,

હો ! આવશે એવાં કો બ્રહ્મનાં તેજ;
હો ! સન્તજી ! એવાં કો બ્રહ્મનાં તેજ.