પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૪
જયા-જયન્ત
 

(કોઈ બ્રહ્મચારી યોગ, કોઈ વેદમન્ત્ર, કોઈ વીણા, કોઈ ઔષધિ ઉપાસે છે. જયન્ત પધારે છે.)

બ્રહ્મચારીઓ : શ્રી સદ્ગુરુનો જય !

જયન્ત : જય પ્રભુનો, મનુષ્યનો નહિ.

પહેલાં પ્રભુ, પછી ત્હેના સન્તો.
બોલો શ્રી બ્રહ્મજ્યોતિનો જય !

બ્રહ્મચારીઓ : શ્રી બ્રહ્મજ્યોતિનો જય !

જયન્ત : (એક બ્રહ્મચારીને)

ત્હમે કોના બ્રહ્મચારી ?

બ્રહ્મચારી : હું ધનવન્તરી ભગવાનનો બ્રહ્મચારી.

જયન્ત : પુત્ર ! દેહની પેઠે

દેહીની દવાઓ યે શોધજે.
દિલના ઘાની વેદના વસમી છે.
(બીજા બ્રહ્મચારી પાસે જઈ)
મા વીસરશો કદી પણ, તાત !
સમાધિ ને સિદ્ધિઓ પણ સાધન છે.
ઉદાર પ્રેમાળ બલિષ્ઠ
મહાજ્યોત આત્મા થાય
એ જ છે સર્વ શાસ્ત્રોનું લક્ષ્ય.
(આગળ ચાલીને અન્યને)