પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૬
જયા-જયન્ત
 


બ્રહ્મચારી : કંઈક ઝાંખી થઈ, મહાત્મા !

જયન્ત : એવો યુગે આવશે અવનીમાં

કે મહાત્માઓનાં મહાજીવનને
કેવળ કવિતા માનશે માનવી.
અધૂરા આત્માના વામનજીઓ
માપશે પોતાની ઉંચાઈએ
મહાવીરોના વિરાટશરીર.
આપણી દૃષ્ટિ છે
એટલું જ કાંઈ આભ ઉંચું નથી.
(કાશીરાજ દર્શને આવે છે.)
પધારો રાજેન્દ્ર ! વિરાજો મૃગચર્મે.
(એક શિલા ઉપર એક કુમાર મૃગચર્મ પાથરે છે. નમન નમી રાજેન્દ્ર તે ઉપર બિરાજે છે. રાજપરિવાર ફરતો ઊભો રહે છે.)
કલ્યાણ થાવ સહુનું,
તીર્થરાજ ! કાંઈ વાર લાગી આજે?

પરિજનમાંથી એક : સ્નેહયાત્રાનો શ્રમ હતો, દિલમાં ને દેહે ય તે.

સ્નેહને આણે પધાર્યા હતા રાજેન્દ્ર.

જયન્ત : સ્નેહના શ્રમ સહુના ફળજો !

સિધાવો, મા રોકાવ આજ
સ્નેહીની સેવા કરો;