પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૭
જયા-જયન્ત
 


સેવાનાં ફાળ ફળશે ત્હમારાં
જાવ, પૂર્ણિમા ઉગશે પૃથ્વી ઉપર
કે પૂર્ણિમાના ચન્દ્ર સમોવડ
સોળે પાંખડીએ પ્રકાશતો યુવરાજ
અજવાળશે રાજમહેલને
દેવ પ્રગટશે પ્રાસાદમાં રમવા.
(સ્વગત)
આજ મ્હારા યે સળકે છે
ઉરના મહાસાગર:
જાણે ક્ષિતિજ પાછળ
ચન્દ્ર ઉગતો હોય ને !

કાશીરાજ : (ઉઠી અંજલિ કરી રહીને)

મહાત્માનાં આશીર્વચન પામ્યો,
કાશીનો-મ્હારો ભાગ્યોદય વાંચ્યો
એ પૂર્ણિમા પ્રગટશે પૃથ્વી ઉપર
બ્રહ્મર્ષિનાં બ્રહ્મવચનથી.
(સહપરિવાર કાશીરાજ જાય છે.)

એક બ્રહ્મચારી :

चित्तवृत्तिनिरोधः योगः
એ ભગવાન પતંજલિનું વેણ;
चंचलं हि मनः कृष्ण ।
प्रमाथी बलवत् द्ढम् ।
तस्याहं निग्रहं मन्ये
वायोरिव सुदुश्करम् ॥