પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૮
જયા-જયન્ત
 


એ ગીતાજીનું વ્યાસવચન.
એ વચનોનો સમન્વય સ્હમઝાવશો?

જયન્ત : સન્ધ્યાકાલે આવજે, પુત્ર !

સિદ્ધોના સમાધિઆરે
વૃદ્ધ યોગીન્દ્ર સ્હમજાવશે સહુ.
અત્ય્હારે સ્નાનનો સમય થયો છે.
(બહાર કોલાહલ)
'બ્રહ્મર્ષિની આજ્ઞા છે કે
ડૂબેલાંને યે તારવા.'
(સહુ બ્રહ્મચારીઓ ધાનસ્થ ઉભે છે)
(એક બ્રહ્મચારી નિત્યપાઠ ભણે છે )
धैर्यं यस्य पिता, क्षमा च जननी, शान्तिश्विरं रोहिनी,
सत्यं सूनुरथं, दया च भगिनी, भ्राता मनस्संयमः ।
शय्या भूमितलं दिशोsपि वसनं, ज्ञानामृतं भोजन
मेते यस्य कुटुंबिनो वद, सखे ! कस्मात भयं योगिनी: "

જયન્ત : મ્હારા જોગીઓને ભય નથી કદા:

જાવ, ને જીતો જગતને.
(બ્રહ્મચારીઓ જાય છે. કેટલાક બીજા બ્રહ્મચારીઓ એક સુન્દરીને જલનીતરતી ઉંચકી આવે છે )

એક બ્રહ્મચારી : (આગળ દોડી આવી)

પિતા ! મધ્યજલમાં ડૂબકીદા ખેલતા હતા,
ત્ય્હાં એક ડૂબકીમાં આ રત્ન લાધ્યું
જીવનદોરી નથી તૂટી;
આશ્રમમાં લાવ્યા છીએ ઉગારવા.