પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૯
જયા-જયન્ત
 


(જયન્ત પાસે જઈ સુન્દરીને નીહાળે છે, ખમચે છે, ઘડીક વિચારગર્તમાં ડૂબે છે, પળમાં સચેત થાય છે. )

જયન્ત : (લલાટના સ્વેઅબિન્દુ લ્હોતાં લ્હોતાં)

નોરર્થક નથી સરજ્યું કાંઈ હરિએ.
જીવશે આ સુન્દરી, ને જીવાડશે.
યોગગુફામાં યોગાસન ઉપર સૂવાડો
સિંહચર્મ ઓઢાડાજો એમને
(બ્રહ્મચારીઓ જાય છે. જતાં જતાં )

એક બ્રહ્મચારી : બ્રહ્મર્ષિને પરિસ્વેદ પ્રગટ્યો સ્હવારમાં.

બીજો બ્રહ્મચારી : લલાટ ઉપરના તારલિયાના

એ તો અક્ષય બ્રહ્મલેખ.
(સુન્દરીને લેઈ યોગગુફામાં જાય છે)

જયન્ત : એ તો જયા ! જગતની જ્યોત;

પુણ્યની જાહ્નવી : સાધ્વીઓનું સંજીવન.
આ દશા ? આ દશા કેમ ?
શી વાર્તા હશે ગિરિદેશની ?
ઉઘડો, ઓ કાળના પડદાઓ !
ને કહો એ કથની.
બ્રહ્મચારીઓ ઉગારી રાજકુમારીને.
યોગની ઉષ્મા અર્પું,
આત્મચેતના પાઠવું
જાગશે ને તપશે જગત ઉપર.