પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૦
જયા-જયન્ત
 

(આમાતત્ત્વની આશિષલહરીઓ પાઠવે છે.)
યોગી ! યોગ તો અડગ છે ને ?
ચાલા ત્ય્હારે યોગ ગુફામાં
સૃષ્ટિની સકલ સુન્દરતાની સન્મુખ.
(પડદો ફાટી યોગગુફા ઉઘડે છે. સિંહચર્મ આચ્છાદિત જયા કુમરી યોગાસન પર પોઢેલ છે. નેત્ર ખુલ્લાં છે, પણ ચેતના નથી જાગી હજી.)
પોઢી છે યોગાસને
પૃથ્વીને પરમ પવિત્રતા.
શી ઝબકી રહી છે
નયનોમાં રમતી એ વીજળી !
(અંજલી કરી રહીને)
એક જ્વાલા જલે તુજ નેનનમાં,
રસજ્યોત નિહાળી નમું-હું નમું;
એક વીજ ઝલે નભમંડલમાં
રસજ્યોત નિહાળી નમું-હું નમું;
મધરાતના પહોર અઘોર હતા;
અન્ધકારના દોર જ ઓર હતા;
તુજ નેનમાં મોરચકોર હતા
રસજ્યોત નિહાળી નમું-હું નમું;
અહા ! વિશ્વનાં દ્વાર ખુલ્યાં-ઉછળ્યાં;
અહા ! અબધૂતને બ્રહ્મયોગ મળ્યા;
અહા ! લોચન લોચન માંહી ઢળ્યા;
રસજ્યોત નિહાળી નમું-હું નમ