પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૧
જયા-જયન્ત
 

દગબાણથી પ્રારબ્ધલેખ લખ્યો;
કંઈ પ્રેમીએ પ્રમપથી પરખ્યો;
અને આત્માએ આત્મન્‌ને ઓળખ્યો;
રસજ્યોત નિહાળી નમું-હું નમું;
ન ભાગી પડ, ઓ શરીરના માળખા !
ન ફૂટી જાવ, ઓ અમ્મર આત્મા !
આ તો દેહનું છે શબ;
નથી ચેતનના બ્રહ્મમહેલ.
ચેતજે, ઓ જયન્ત ! ચેતજે,
પાપ તે પ્રેમ નથી.
દીર્ઘ કાલનાં દીધેલાં દ્વાર,
બ્રહ્માંડનાં બ્રહ્મદરવાજાં સમાં, ઉઘડ્યાં
લોચનના એક કિરણ માત્રથી.
થંભો, ઓ દેવને યે દૂભતા કામદેવ !
થંભો બારણાની બહાર.
આ જોદ્દો જૂદો છે.
યોગેશ્વરે અંગ બાળી અનંગ કીધો.
અનંગની યે ભસ્મ કીધી
આપીશ ખાખ મ્હારા ખાખીઓને;
ચોળશે ત્હેને નહિ વાગે
કામણગારી કો કીકીના ડંખ
(કુમળો પડી)
આ દશા !
ચન્દ્રિકા નીતરેલો જાણે ચન્દ્રમા.