આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૦
જયા-જયન્ત
- રોમરોમમાં છે વીંછીની વેદના.
- હોલાવો કોઈ એ હોળી,
- ઉતારો કોઈ એ ઝેર.
- બળે છે કેટલી યે હું જેવી
- મોહના મહેલમાં રમનારીઓ,
- જાતને સુખ કાજે વેચનારીઓ.
- ઉગો, જન્મો, આવો
- બ્રહ્મજ્યોત કો બ્રહ્મર્ષિ,
- પુણ્યજીવન કો પુણ્યાત્મા.
- બળતાંને-સળગતાંને
- તારો, ઉગારો, ઉદ્ધારો !