પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫
જયા-જયન્ત
 


જય તો વશ જ હતો ને
ત્‍હારા વિશ્વજેતા ધનુષ્યને ?

જયન્ત: જયા ! ત્‍હારી શુભાશિષો

સદા સફળ જ ઉતરે છે.
સ્વર્ગે સંચરતાં સુરગંગાને તીર
વિષ્ણુ દેવનાં દર્શન થયાં વાટમાં.
પ્રસન્ન્ન થયા, પુત્રને શિષ્ય કીધો;
ને વરદાન દીધું ભગવાને કે
'ધાર્યા પાડીશ તું નીશાન.'
પછી મ્હારા ચાપનો ટંકાર,
ને દેવાધિદેવનાં કલ્યાણવચન;
એ બે પાંખે જય ઉડતો આવ્યો.

જયા : અમરાપુરી ઉગારી,

એમ ઉગારજે સહુને ય તે.
બીજા શા આશીર્વાદ આણ્યા છે ?

જયન્ત :સુરેન્દ્રે પટ્ટાભિષેક કર્યો, ને કીધું,

'મ્હારા યુવરાજ જેટલો પ્રિય છે
ગિરિકુમાર ! તું મ્હને;
તહારૂં યે નામ જયન્ત હો !
જા, જીતીશ જે લક્ષીશ તે.'
દેવાંગનાઓએ પારિજાતે વધાવ્યો,
સુરરાણીએ મુગટ અર્પ્યો
અખંડ સૌભાગ્યનો, ને ભાખ્યું,