આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૪
જયા-જયન્ત
દેવર્ષિ : (જયન્તને જયાને દાખવીને)
- એ જ નૈષ્ઠિક બ્રહ્મચારી,
- એ જ નૈષ્ઠિક બ્રહ્મચારિણી;
- બ્રહ્મધામનાં પુણ્યદીવડાંઓ !
તેજબા : અહો! દૂર દૂર દૂરના દરવેશ ! હો યોગીન્દ્ર !
- આપો દેવના યે દેવના સન્દેશ, હો યોગીન્દ્ર !
- અહો ! દુઃખિયાને એક દેવબોલ, હો યોગીન્દ્ર !
- આપો માનવીને એક બ્રહ્મકોલ, હો યોગીન્દ્ર !
- અહો ! અધૂરાં પૂરાય એવી આશ, હો યોગીન્દ્ર !
- આપો અન્ધારાં ઉજાળે એ ઉજાસ, હો યોગીન્દ્ર !
- અહો ! સદન સદન પુણ્યના સુવાસ, હો યોગીન્દ્ર !
- આપો પ્રાણ પ્રાણ પ્રભુજીના વાસ, હો યોગીન્દ્ર !
દેવર્ષિ, બ્રહ્મર્ષિ, જયા : તથાસ્તુ, તપેશ્વરી ! તથાસ્તુ !
તેજબા : ભાખો, ઓ જગતનાં કલ્યાણકર્તાઓ !
- પુકારો પૃથ્વીનાં પડમાં,