આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૫
જયા-જયન્ત
- હાકલ મારો મનુષ્યના હૈયાહૈયામાં,
- કે નથી સર્વને માટેનાં આ વ્રત.
- પરમ ઇન્દિયનિગ્રહી,
- મહારથી આત્મવિજેતા,
- વિપુલ વૈરાગ્યસંપન્ન જોગીરાજ
- એ જ કે અધિકારી નૈષ્ઠિક બ્રહ્મચર્યનાં.
દેવર્ષિ : એ જ સૂત્રો વ્રતનાં, તપેશ્વરીજી !
તેજબા : દિલમાંના દૈત્યોને જીતે,
- વિષ્ણુદેવ દે જયધનુષ્ય જેને,
- જીવનના ચાપ ઉપર
- લક્ષ્યવેધી શર માડે,
- ને મુક્તિપરાયણ બ્રહ્મદૃષ્ટિ સાધે,
- એ જોદ્ધાનો જય હો બ્રહ્માંડભરમાં.
સર્વે : તથાસ્તુ ! તપસ્વિની ! તથાસ્તુ !
તેજબા : બોલો, સહુ આશ્રમવાસી ! બોલો;
- જય બ્રહ્મજ્યોતિનો,
- જય બ્રહ્મચારીઓનો,
- જય બ્રહ્મચારિણીઓનો.
- જય ! જય ! જય !