પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮
જયા-જયન્ત
 

સોંપે છે એ સઘળું ય તે.
હજી આઘે છે એ પ્રભાત.
જયન્ત ! ઓ દૈત્યોના જેતા જયન્ત !
લે, ધારણ કર, ને જીત.
જીતીને આવજે એ,
આપીશ તું ઈચ્છે છે તે.
નથી આજે એ અમૃતનો અવસર.
જયન્તને ચાપ પાછું ધરાવે છે. ગિરિશિખરોમાં ' ધો ધો ધો 'નો મહાધ્વનિ.

જયન્ત :જયા ! જો, હિમાદ્રિ પડે છે.

જયા :શેષ ડોલ્યો, જયન્ત !

ત્‍હારા જયસ્પર્શથી.

સાહેલીઓ:હિમગંગા ! ઓ હિમગંગા ઉતરે !

આમ, જયાબા ! આમ;
રાજમહેલના રાજમાર્ગે.


સાહેલીઓ દિશદિશમાં ન્હાસે છે.


જયન્ત:આમ, જયા ! આમ;

યોગીજનોનાં યોગશૃંગે.


ચાપમાં જયા કુમારીને ભરાવી, ઉપાડી, એક કૂદકે યોગશૃંગે જઈ ઉભે છે. 'ધો ધો' કરતી હિમગંગા આભમાંથી આવી ખીણોમાં ઉતરે છે.