પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮૧
જયા-જયન્ત
 


૮, પ્ર. ૬, ગી. ૧

અહો ! ધન્ય ધન્ય ! હો
અહો ! રામ રામ રે !
દેહ ગઈ, ને દુનિયાં ગઈ,
એ ઢાળ; આંતરો ભુજંગીનો.

૯, પ્ર. ૭, ગી. ૧

ચન્દ્રમા જી રે ઉગ્યેા, સખિ !
સાહેબા જી રે આવ્યા સખિ! આજ મ્હારા બાગમાં,
લીલા લવીંગડા વાવશું જી રે;
એ ઢાળ, સાખી વગેરે ફેરફારો સાથે.

૧૦, પ્ર. ૭, ગી. ૨

બોલે બોલે છે ગિરિઓમાં મોર;
જયાની ઉક્તિઓમાં સીતાજીના મહિનાના ઢાળની છાયા:
જયન્તની ઉક્તિઓ લાવણીમાં.

અંક બીજો

૧૧, પ્ર. ૧, ગી. ૧

ભુવન ભુવન મદનનાં મહારાય રે.

૧૨, પ્ર. ૧, ગી. ૨

દેવનાં તો દ્વાર હો !
‘આંસુડાંના ભેદો તો બતાવો-બતાવો કોઈ’
એ રાહ, આશા: આંતરો ગઝલનો.

૧3, પ્ર. 3, ગી. ૧

ગોરસ લેઈ લેઈ પીજો;